અમસ્તાં
ઢળી સાંજ, નયનો ભરાયાં અમસ્તાં,
હસીને બધાં ત્યાં સુકાયાં અમસ્તાં.
ન ઝઘડો, ન મેણું, ન કો વાત અઘરી,
છતાં ડૂસકાં તો દબાયાં અમસ્તાં.
ઉછેર્યાં જતનથી હૃદયમાં બધાં જે,
થયાં એ જ આજે પરાયાં અમસ્તાં.
રસોડે હતી ડુંગળી કાપતી મા,
કહે: ‘ડુંગળી છે’, છુપાયાં અમસ્તાં.
પરાગે ગઝલમાં સજાવી કથાઓ,
છતાં અર્થ સઘળા ભુલાયાં અમસ્તાં.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #અકારણવેદના #મા #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #TearsWithoutReason #QuietSorrow #Mother #UnspokenPain #ParagRatanpara