← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજાણી બા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એવી રે અજાણી એક બા મને સાંભરે,
ટ્રેનના ડબ્બામાં મળી, ને ભીંજવી ગઈ આંખ રે.

હું તો હતો ભૂખ્યો-તરસ્યો, ગામ જવાની ઉતાવળ,
એણે ખોલ્યું ભાતું, બોલી: ‘ખાઈ લે, બેટા, પછી પીજે જળ;’
થેપલાંની સુગંધમાં મને મારી બાની ભાત રે…
એવી રે અજાણી…

વાતો કરી ગામની, ને વાતો કરી ખેતરની,
એનો દીકરો પરદેશ, ને ચિંતા એના ઘરની;
સ્ટેશન આવ્યું, ઊતરી ગઈ, ના પૂછ્યું નામ કે જાત રે…
એવી રે અજાણી…

પરાગ કહે: આ સગપણ તો લોહીથી પર હોય રે,
જ્યાં હેત મળે ત્યાં મા મળે, એવું ઈશ્વર જોય રે;
આજે ય ટ્રેનમાં બેસું ત્યાં શોધું એ જ સંગાથ રે…
એવી રે અજાણી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝાડ ને પંખીઆગલો લેખ →રામ