← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અહીં છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન કાશી, ન કાબા, કિનારો અહીં છે,
હૃદયમાં જ જો, એ સહારો અહીં છે.

ગયો ચાર ધામે, ગયો તીરથે પણ,
ખરું ધામ, બાનો ઉતારો અહીં છે.

ઉદાસી ભરી આંખ જો લૂછશે તું,
ખુદાનો ખરો એ ઇશારો અહીં છે.

ખુદા શોધવા દૂર જાતો હતો હું,
હસી બાળ બોલ્યું, ‘પધારો, અહીં છે.’

પરાગે ભમી બાગ આખો, પછી તો
કળીમાં જ દીઠો, નજારો અહીં છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ઈશ્વર #અંતરયાત્રા #મા #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #GodWithin #InnerJourney #Spirituality #Humanity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચિંતા કરેઆગલો લેખ →સમેટી લો