અફવા
આ જમાનો રોજ બોલે છે, વફા અફવા હતી,
ને પુજારી પણ કહે છાનું, ખુદા અફવા હતી.
એક છાંયો, બે જણાં, ને સાંજનો ઢળતો પવન,
શું પછી થ્યું? એ ગલીની આ હવા અફવા હતી.
એક ચોકે આ સળગ્યાં બેઉ જણ, ને ત્યાર બાદ
ગામ બોલ્યું: ‘એમની તો એ સજા અફવા હતી.’
ફોન પર સૌ ડૉક્ટરો થઈ ગ્યા, કહે છે આ બધા:
‘લીમડો ચાવો, ઉકાળો લ્યો, દવા અફવા હતી!’
જે પરાગે સત્ય ગાયું, એ ય લોકો બોલશે:
‘આ ગઝલમાં જે લખી છે, એ કથા અફવા હતી!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #અફવા #પ્રેમકથા #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Rumours #ForbiddenLove #FakeNews #ParagRatanpara