← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અડકો નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રૂઝ આવી ના હજી, આ ઘાવને અડકો નહીં,
આંખમાં તરતા હજી એ ભાવને અડકો નહીં.

બાળકોની કિલકિલાટે ભીંજતી શેરી બધી,
એ તરે છે કાગળે, એ નાવને અડકો નહીં.

ફ્લેટ વેચો, ખેતરો વેચો, ભલે વેચો મકાન,
વૃદ્ધ મા-બાપો તણી આ છાંવને અડકો નહીં.

પાટ એની, સોગઠાં એનાં, જુગારી એ જ છે,
હારવાના છો તમે, આ દાવને અડકો નહીં.

આ પરાગે ચાંદની રાતે હૃદય ખોયું, અને
વૈદ, એ તો પ્રેમનો છે, તાવને અડકો નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #કોમળતા #બાળપણ #માબાપ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tenderness #Childhood #Parents #Lovesickness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસ્વયંની જાતઆગલો લેખ →દાવ