અડધો ચાંદો
અડધો ચાંદો આભમાં ને અડધો મારી પાસ,
અડધી રાત જ જાગી, વહાલા, અડધી તારી આસ.
અડધી રોટલી બાએ ખવડાવી, અડધી રાખી ભૂખી,
અડધી ઓઢણી ભાઈને ઓઢાડી, અડધી પોતે સૂકી;
અડધું અડધું વહેંચી બાએ આખો ભર્યો આવાસ…
અડધો ચાંદો…
અડધું ગીત મેં ગાયું, વહાલા, અડધું તું ગાજે,
અડધી કેડી હું ચાલી, બાકીની તું આવજે;
અડધી પ્રીતમાં આખી ઝંખના, આખો રે ઉચ્છ્વાસ…
અડધો ચાંદો…
પરાગ કહે: આ અડધું જ સાચું, આખું તો છે ભ્રમ,
અડધા ઘડામાં છલકાટ છે ને અડધી વાટમાં શ્રમ;
અડધું રહે તો રહે તરસ, ને તરસમાં રહે સુવાસ…
અડધો ચાંદો…
– પરાગ રતનપરા