← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અબોલાની દિવાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચણી છે મૌનની ઊંચી દિવાલો આપણી વચ્ચે,
હવે પડઘાય ધબકારે સવાલો આપણી વચ્ચે;
ચણો ઊંચી ભલે ઈંટો, ભલે મૌને રહીએ પણ,
ફરે છે તોય ભીના બે ખયાલો આપણી વચ્ચે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખનિજ ધરમઆગલો લેખ →સુખ હતું