← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અભડાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલો ઊંચો ધરમ જે છાંયડે અભડાય છે!
એમનો ભગવાન સુધ્ધાં ઝૂંપડે અભડાય છે.

વાદળો તો એક, પાણી એક, કૂવો એક છે,
તોય એનો હાથ લાગ્યો, દોરડે અભડાય છે.

જે ઉતારે ચામડાં, જે સાફ કરતો ગામને,
એ જ આખું ગામ એના ચામડે અભડાય છે.

મંચ પરથી સૌ કહે છે: ‘એક છે સૌ માનવી’,
ઘર પધાર્યો તો પછી એ ઓરડે અભડાય છે.

આ પરાગે ફૂલની પૂછી નહીં ક્યારેય નાત,
કેમ માણસ માણસોનાં લૂગડે અભડાય છે?

– પરાગ રતનપરા

#ગઝલ #અસ્પૃશ્યતા #સામાજિકન્યાય #સમાનતા #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Untouchability #SocialJustice #Equality #Humanity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊગો રે સૂરજદેવઆગલો લેખ →રણકાર