← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવી ચડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત ઢળતાં ઘાવ જૂના બારણે આવી ચડે,
રૂઝ આવી ગઈ છતાં કો' કારણે આવી ચડે.

વર્ષ વીત્યાં, ભીડમાં જે ખોઈ નાખ્યો'તો કદી,
એ ગલીનો સાદ પાછો આંગણે આવી ચડે.

મોરપીંછું એક જૂની ચોપડીમાંથી ખરે,
ને સ્મરણ આખું ય ઝટ દઈ પાંપણે આવી ચડે.

રાતના બારે ટકોરા જ્યાં પડે ઘડિયાળમાં,
કોઈ પગરવ ઓસરીમાં ટાંકણે આવી ચડે.

ઘર બદલવાથી કશું ક્યાં ભૂલવાનું થાય છે?
માળિયે મૂકો, છતાં એ પારણે આવી ચડે.

છો પરાગે ઘર તણી સાંકળ ચડાવી, તોય પણ,
મ્હેક થઈને એ તિરાડે તાંતણે આવી ચડે.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મરણ #જૂનાઘાવ #અતીત #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #OldWounds #Nostalgia #ThePast #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોટો સવાલઆગલો લેખ →જાય તો?