← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ વસંતે બાગમાં તું પણ રમીને આવજે,
વાદળોની જેમ થોડું તું નમીને આવજે.

પાંપણે બેઠો હજી છે રાતનો ઝઘડો, સખી,
રીસ તારી, રોષ તારો, સૌ શમીને આવજે.

પ્રેમ તો પિંજર નથી, હું કેદ ના રાખું તને,
સાત દરિયા, સાત દેશો, તું ભમીને આવજે.

રૂસણું કીધું સખીએ, ને ઠરી ગઈ રોટલી,
‘ભૂખ લાગી હોય તો, વાલમ, જમીને આવજે!’

આ ‘પરાગે’ ફૂલમાં બેસી તને ઝંખ્યા કરી,
તું પવન છે, તો જરા ધીમે, થમીને આવજે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #વસંત #રૂસણું #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Spring #LoversTiff #Waiting #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભરતીઆગલો લેખ →કૂલ યાર