આશરે
જિંદગી કાચના દોરના આશરે,
રાતનાં સ્વપ્ન સૌ ભોરના આશરે.
નાચતો મોર મેઘો ભરોસે ભલે,
મેઘ પણ જીવતો મોરના આશરે.
કોર્ટ, પોલીસ, ને જેલ પણ, દોસ્ત, આ
તંત્ર ચાલે બધું ચોરના આશરે!
મૌનથી પ્રાર્થના ના કરે કો' હવે,
દેવ પણ જાગતા શોરના આશરે.
ડાળ છૂટી, પરાગે ન રોયું જરી,
ઊડતો વાયુના જોરના આશરે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #આધાર #વ્યંગ #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #FragileLife #Dependence #Satire #Nature #ParagRatanpara