← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આરતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભ ગાજે, મેઘ વરસે, વીજળીની આરતી,
ને પવન ગાતો ઉતારે વાંસળીની આરતી.

ઝૂંપડે દીવો નથી, પણ બાળ જાગે રાતભર,
મા ઉતારે, ઊંઘ આવે, આંગળીની આરતી.

ખેડુ ભૂખ્યો, ખેત સૂકું, તોય વાવે બીજ એ,
આશની એ જ્યોત, એની પાંસળીની આરતી.

રણ મહીં પ્યાસો પ્રવાસી, આભ સામે આંખ છે,
દૂરથી આવી ચડે એ વાદળીની આરતી.

બંધ મંદિર-દ્વાર પર ઊભા ‘પરાગે’ સાંભળી
હાલતી ને બોલતી એ સાંકળીની આરતી.

– પરાગ રતનપરા

#ગઝલ #આરતી #પ્રકૃતિ #શ્રદ્ધા #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Aarti #NatureWorship #Faith #Devotion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચીની દીવાઆગલો લેખ →ઝરમર