← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આરામથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખાટે પડી, બારી ખુલી, સૌ જોઈએ આરામથી,
દુનિયા ભલે દોડ્યા કરે, શું ખોઈએ આરામથી?

કામો બધાં કાલે થશે, બૉસો ભલે ઘાંટા કરે,
સપનાં નવાં આ ઊંઘમાં બે પ્રોઈએ આરામથી.

થાળી-કટોરા સિંકમાં, ને શ્રીમતી ગામે ગયાં,
પાછી ફરે એ, એ પહેલાં ધોઈએ આરામથી.

જિમની ભરી છે ફી, અને જૂતાં નવાં લીધાં હતાં,
સપનાં મહીં કસરત બધી સંજોઈએ આરામથી.

આળસ ભલે અવગુણ ગણે આખું જગત, તોયે ‘પરાગ’,
ચિંતા ય શી? ને શોક શો? શું રોઈએ? આરામથી!

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યગઝલ #આળસ #આરામ #રવિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #HumorPoetry #Laziness #SundayMood #Procrastination #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમાફ કરી દેઆગલો લેખ →રણની રાણી