આપણે
સાંજ ઢળતી ઉંમરે પણ સાવ રમતાં આપણે,
એકબીજાને હજી પણ ખૂબ ગમતાં આપણે.
તું રિસાતી, હું ય અકડું, બે ઘડી ઝઘડો થતો,
ને પછી ચા સાથ લઈને સ્હેજ નમતાં આપણે.
હાથ ઝાલી, લાકડી લઈ, સાંજના ધીમે પગે,
બાગની કેડી ઉપરથી જોડ ભમતાં આપણે.
દાંત તારા, દાંત મારા, ચોકઠાં છે ટેબલે,
એક થાળીમાં હજી પણ બેઉ જમતાં આપણે.
એક છત્રીમાં પસાર્યાં આ ‘પરાગે’ ત્રીસ વર્ષ,
વાયરા આવ્યા, ગયા, બસ સાથ ખમતાં આપણે.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #ઘડપણ #સાથ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldCouple #LoveInOldAge #Companionship #Marriage #ParagRatanpara