← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ઢાળી, હોઠ ભીડી, જ્યાં મળીએ આપણે,
એ જ ખૂણે એકલાં થઈને રડીએ આપણે.

‘કેમ છો?’ ને ‘સાવ સારું’ — એટલો સંવાદ બસ,
ને પછી પાછા અલગ રસ્તે વળીએ આપણે.

આલ્બમોમાં હાથ ઝાલી સાથ હસતાં હોઈએ,
રાતભર એકાંતમાં તો ઓગળીએ આપણે.

એક છત નીચે રહીને, એક થાળીમાં જમી,
કોણ જાણે ક્યાં સુધી ખુદને છળીએ આપણે.

કાગળી ફૂલો સમા સંબંધ લઈને આ પરાગ,
રંગ છે, પણ મ્હેક માટે ટળવળીએ આપણે.

– પરાગ રતનપરા

#ગઝલ #સંબંધ #અંતર #ઔપચારિકતા #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #HollowRelationships #EmotionalDistance #Marriage #Longing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકિનારા સુધીઆગલો લેખ →એકલપંડો મારગ