આંસુ થઈ
રાતભર મેં જે દબાવ્યું, એ છલક્યું આંસુ થઈ,
આંખના ખૂણે અચાનક જે ઝળક્યું આંસુ થઈ.
બાપ મારા કોઈ દી રોયા નહીં, તૂટ્યા નહીં,
દીકરી જ્યાં સાસરે ચાલી, મલક્યું આંસુ થઈ.
આભ આખું સાવ કોરું, ખેતરે ફાટ્યાં તડાં,
જે ન આવ્યું આભથી, એ ત્યાં ટપક્યું આંસુ થઈ.
બા તણી તસવીર જૂની જોઈ ખૂણે, ને પછી
ગોદનું આખું ય બચપણ ત્યાં ધબક્યું આંસુ થઈ.
ફૂલની પાંખે પરાગે ઓસ દીઠી, ને થયું:
કોઈ તારાનું રુદન જાણે ચમક્યું આંસુ થઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #પિતા #દીકરીનીવિદાય #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #FathersHeart #DaughtersFarewell #SilentPain #ParagRatanpara