← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંખથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ સીવી, વેણ સઘળાં આજ બોલ્યાં આંખથી,
વર્ષ લગ જે બંધ, એ સૌ દ્વાર ખોલ્યાં આંખથી.

ભરસભામાં સૌ હતાં, ને આપણે બે એકલાં,
મેં તને ને તેં મને, ચુપચાપ તોલ્યાં આંખથી.

કાગળો કોરા ગયા, ને ફોન પણ મૂંગો હતો,
તોય સંદેશા બધા મેં તો ઝબોળ્યા આંખથી.

મા કદી બોલી નહીં કે કેમ મોડું થઈ ગયું,
બારણે ઊભી રહી, બસ વ્હાલ ઢોળ્યાં આંખથી.

ફૂલ બોલ્યું ના કશું, ફેલાઈ ગ્યો તોયે પરાગ,
આપણે પણ એકબીજાને ય ખોળ્યાં આંખથી.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #નજર #પ્રેમ #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentEyes #UnspokenLove #LanguageOfEyes #Mother #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદોરીઆગલો લેખ →મોતને