← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આગિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અંધારું તો ઘોર ઘણું, પણ આગિયો ક્યાં ડરે છે રે?
નાનકડી એની પાંખે એ તો ઝગમગ ઝગમગ ફરે છે રે.

નથી એની પાસે સૂરજ, ના ચાંદો, ના દીવો,
નથી તેલ, ના વાટ, તોય કહે: ‘લ્યો, મારું અજવાળું પીવો’;
રાતના વગડે ભૂલ્યા વટેમાર્ગુને દિશા ધરે છે રે…
અંધારું તો ઘોર ઘણું…

ખેતર શેઢે, બાવળ ડાળે, નદીને કાંઠે ગામ,
એક નહીં, પણ સો સો આગિયા કરતા સરખું કામ;
એક એકનો ઝીણો ઝબકાર આખું આભ ભરે છે રે…
અંધારું તો ઘોર ઘણું…

પરાગ કહે: તું સૂરજ ન બને, તોય ન થાજે દુઃખી,
આગિયો થઈ ઝબકી લેજે, કોઈ આંખ થશે સુખી;
નાનું અજવાળું પણ મોટા અંધારાને હરે છે રે…
અંધારું તો ઘોર ઘણું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉપરથીઆગલો લેખ →સત્ય છે