← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ વસંત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડાળ ડાળે આજ પત્રો, ગીત લાવી આ વસંત,
તોરણો થઈ બારણે, ઘર-ઘર સજાવી આ વસંત.

પાનખર જેણે સહી ને પાન ખોયાં સામટાં,
એ જ વડની ઊંઘતી આશા જગાવી આ વસંત.

કોયલે ટહુકાર છેડ્યો, આંબલો ડોલી ગયો,
પાંદડાંના પારણામાં ત્યાં ઝુલાવી આ વસંત.

ફાઇલોના ઢગ વચે આ ઑફિસે વરતાય ક્યાં?
એક કૂંડે ફૂલ થઈ, મન તો હસાવી આ વસંત.

આ ‘પરાગે’ ગંધ ઢોળી ફૂલની પાંખે ચડી,
ને ભ્રમરને ગુંજતો રાખી, નચાવી આ વસંત.

– પરાગ રતનપરા

#ગઝલ #વસંત #ઋતુરાજ #કોયલ #નવીઆશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Spring #Renewal #NatureLetters #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરાણીઆગલો લેખ →જળ તળે