આ કોણ રે?
ઊંઘમાં ધીમે અવાજે બોલતું આ કોણ રે?
બંધ પાંપણનાં કમાડો ખોલતું આ કોણ રે?
હું નથી જાગ્યો હજી ને રાત પણ પૂરી નથી,
તોય માના સાદ જેવું ડોલતું આ કોણ રે?
પાપ ને પુણ્યો બધાંયે ત્રાજવામાં મૂકતું,
મૌનમાં બેસી મને ત્યાં તોલતું આ કોણ રે?
આંખ ખોલું ત્યાં જ સૌ ઝાકળ બની ઊડી જતું,
તોય ઓશીકા ઉપર મધ ઢોળતું આ કોણ રે?
શબ્દ સૂતા, મૌન સૂતું, રાત પણ સૂતી ‘પરાગ’,
તોય ભીતર આ ગઝલને ફોલતું આ કોણ રે?
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વપ્ન #રહસ્ય #અંતરાત્મા #મધરાત #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #InnerVoice #Mystery #Midnight #ParagRatanpara