Weapons of Thought · મૂળ આવૃત્તિ · કુલ ૩૦૭ પ્રકરણ · ઓક્ટોબર ૨૦૨૬ · પાનું ૭ / ૭
વિજ્ઞાને જ્યારે કાગળ વગરની ઓફિસોની આગાહી કરી, ત્યારે લોકોએ વધુ કાગળો છાપવાનું શરૂ કર્યું. વીડિયો કોલિંગ આવ્યા પછી મુસાફરી ઘટવાને બદલે વધી ગઈ. ભૌતિકવિજ્ઞાની મિચિયો કાકુએ આ વિરોધાભાસને 'કેવમેન ઇફેક્ટ' નામ આપ્યું.
કોઈ જાણીતા ચહેરાને જોઈને ખુશ થવું સ્વાભાવિક છે. પણ એ ચહેરાને ઈશ્વર માની બેસવું એ માનસિક વિકૃતિ છે. મનોવિજ્ઞાનમાં આ તરસ માપવા માટે એક માપદંડ છે: સેલિબ્રિટી વર્શિપ સ્કેલ.
જૂના જમાનામાં સત્તાધીશોને સત્ય દબાવવું હોય ત્યારે અખબારો જપ્ત કરતા. પ્રેસ પર તાળાં મારતા. કલમ છીનવી લેતા. એ સીધી સેન્સરશીપ હતી. આજના ડિજિટલ યુગમાં કોઈ માહિતી છુપાવવાની જરૂર નથી પડતી.
માણસનું મગજ અસલામતીથી ધ્રૂજે છે. ભવિષ્યમાં શું થશે એ કોઈ જાણતું નથી, પણ જે માણસ છાતી ઠોકીને ‘આમ જ થશે’ કહી દે, દુનિયા તેના ચરણોમાં રૂપિયા ઢોળી દે છે. આ માનસિકતાને અર્થશાસ્ત્ર અને બિઝનેસની ભાષામાં સર્ટેનટી પ્રીમિયમ કહે છે.
૨૮ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ અમેરિકાનું સ્પેસ શટલ ‘ચેલેન્જર’ ઉડાન ભર્યાની ૭૩ સેકન્ડમાં આકાશમાં ફાટી પડ્યું. સાત અંતરિક્ષ યાત્રીઓ જીવતા સળગી ગયા. તપાસ થઈ ત્યારે બહાર આવ્યું કે અકસ્માત માત્ર એક રબરની ‘ઓ-રિંગ’ તૂટવાથી નહોતો થયો.
મોટા ભાગના માણસો સામેવાળાને ખુશ રાખવામાં જ જિંદગી વેડફી નાખે છે. તેઓ પૂછે છે કે તમને શું ગમશે? તમને શું અનુકૂળ આવશે? આ ખુશામતખોર અભિગમ છે. ચેલેન્જર મોડ બરાબર આનાથી ઊંધું વલણ છે. અહીં તમે સામેવાળાના પૂર્વગ્રહો સામે સવાલ ઉઠાવો છો.
તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો, પણ એ પૂરું થયું કે નહીં તે ખબર ક્યારે પડે? મોટા ભાગની કંપનીઓ અને સરકારો હવાઈ ઘોડા દોડાવે છે: ‘આપણે વધુ કાર્યક્ષમ બનીશું’, ‘શિક્ષણની ગુણવત્તા સુધારીશું’ કે ‘ગ્રાહકોને અદભુત અનુભવ આપીશું’.