પરાગ રતનપરા
**પરાગ રતનપરા**
---
હા હા ને ના ના વચ્ચે કેટલું અંતર છે યાદ કરો ત્યારે તમે શું જોયું હતું ખરેખર જોયું હતું કે જોયાની ભ્રાંતિ રચી લીધી મગજે પોતાની રીતે એક ટુકડો અહીંથી એક ત્યાંથી ને બનાવી દીધો આખો મહેલ જેમ બાળક રેતીનો કિલ્લો બનાવે ને માને છે આ જ સત્ય છે આ જ હકીકત છે પણ મોજું આવે ને ધોવાઈ જાય બધું
દામાસિયો કહે છે ને — આપણે મન વાપરીએ છીએ સત્ય શોધવા નહીં છુપાવવા — અને આ વાત કેટલી ઊંડી છે જુઓ તો ખરા કેવી રીતે આપણે પસંદ કરીએ છીએ શું યાદ રાખવું શું ભૂલી જવું કોણ હતો એ માણસ જે ચાર વર્ષ પહેલાં મળ્યો હતો ચાની દુકાને એનું નામ શું હતું ચહેરો ધૂંધળો થતો જાય છે પણ એણે કહેલી એક વાત — બસ એક જ વાત — એ તીક્ષ્ણ છે હજુ પણ કેમ આમ થાય છે કોણ પસંદ કરે છે આ
બોર્હેસ — હા એ બોર્હેસ — ભૂલભુલામણીવાળો — કહે છે આપણે આપણી સ્મૃતિ જ છીએ એ ચિમેરાનું સંગ્રહાલય બદલાતી આકૃતિઓનું તૂટેલા અરીસાઓનો ઢગલો — તૂટેલા અરીસા! — દરેક ટુકડામાં એક જુદું પ્રતિબિંબ એક જુદી હકીકત એક જુદો ચહેરો ને આપણે માનીએ છીએ આ બધા ટુકડા ભેગા થઈને મને બનાવે છે મારી ઓળખ રચે છે પણ કયો ટુકડો સાચો કયો ખોટો કોણ નક્કી કરે
રાશોમોન — કુરોસાવાની એ ફિલ્મ — જંગલમાં મૃત્યુ થયું સમુરાઈનું — ચાર સાક્ષી ચાર વાર્તાઓ ચાર સત્યો — એક જ ઘટના પણ ચાર જુદી દુનિયાઓ — ચોર કહે છે હું બહાદુર હતો પત્ની કહે છે હું બલિદાન હતી મૃત સમુરાઈ ભૂતના મોઢે બોલે છે હું માનભંગ થયો ને લાકડાનો વીણનાર કહે છે બધા જૂઠા છે — પણ એ પોતે? એ પણ સાક્ષી જ ને? એની પણ સ્મૃતિ જ ને?
આંખ જુએ છે — ના ના આંખ જોતી નથી — આંખ તો માત્ર પ્રકાશ ઝીલે છે — મગજ જુએ છે — ને મગજ? મગજ તો કવિ છે — રચે છે — ગૂંથે છે — કાપે છે — જોડે છે — ને પછી કહે છે આ જ બન્યું હતું — ન્યૂરોન્સની જાળ — સિનેપ્સનો ખેલ — એક વીજળીનો ઝબકારો અહીંથી ત્યાં — ને બની ગઈ યાદ — પણ કેટલી નબળી આ દોરી — કેટલી સહેલાઈથી તૂટી જાય
ધ્યાન — attention — ધ્યાન આપીએ છીએ ત્યારે પણ કેટલું ઓછું ઝીલાય છે — આ ક્ષણે તમે શું સાંભળો છો બહાર? પંખો ફરે છે? કોઈ બોલે છે? ગાડી પસાર થઈ? — બધું ચાલે છે પણ તમે આ શબ્દો વાંચો છો ને — બાકીનું બધું ક્યાં ગયું? — ગાળી નાખ્યું મગજે — જરૂરી નથી — કાઢી નાખો —
ને પછી સ્મૃતિ — સ્મૃતિ તો ગાળણીની ગાળણી છે — ટુકડાઓના ટુકડા — fragments of fragments — ને આમાંથી આપણે શું બનાવીએ છીએ? — આખી દુનિયા! — આખો ઈતિહાસ! — history is collective selective memory — આપણે કહીએ છીએ આમ બન્યું હતું — પણ કોણે જોયું? — કોણે લખ્યું? — કોની આંખે? — કોના મગજે?
નીત્શે — એ પાગલ ફિલસૂફ — કહે છે સત્ય તો રૂપકોની ફોજ છે — metonymies ને anthropomorphisms — માનવીય સંબંધોનો સરવાળો જેને આપણે કાવ્યાત્મક રીતે શણગાર્યો છે — embellished — અલંકૃત — ને પછી કહીએ છીએ આ જ સત્ય છે — પણ સત્ય? — સત્ય તો લપસણું છે — મેમરી-મધ્યસ્થ — memory-mediated — જે સૌથી મજબૂત પકડમાં લાગે છે તે જ સૌથી વધુ સરકી જાય છે
eyewitness — સાક્ષી — આંખે જોનાર — પણ કેટલું unreliable — ન્યાયાલયોમાં કેસ ઊલટા થઈ જાય છે — માણસ જેલમાં જાય છે — બીજો છૂટી જાય છે — બધું આંખે જોનારાઓની જુબાની પર — ને એ જુબાની? — સ્મૃતિ પર આધારિત — ને સ્મૃતિ? — ચિમેરા — shifting shapes — broken mirrors —
પણ સૌથી મોટી વાત — આપણે આપણા જીવનના સાક્ષી છીએ — આપણે જ — we only exist as eyewitnesses of our own lives — ને જો સાક્ષી જ અવિશ્વસનીય હોય તો? — જો મારી પોતાની યાદ મારા વિશે ખોટી હોય તો? — હું જે માનું છું હું હતો — એ ખરેખર હતો? — કે મગજે રચી લીધું?
ઓલિવર સૅક્સ — એ ન્યુરોલૉજિસ્ટ — memory disorders — સ્મૃતિના રોગો — એણે જોયા માણસો જેમને યાદ નથી રહેતું — ને એણે જોયા માણસો જેમને ખોટું યાદ રહે છે — false memories — fabricated past — ને બંને માણસોને ખાતરી છે — absolute certainty — કે એમની યાદ સાચી છે —
consciousness — ચેતના — જાગૃતિ — આ શું છે? — memories seaming our lives — વર્જિનિયા વુલ્ફ કહે છે — સ્મૃતિ સીવે છે આપણા જીવનને — એક ટુકડો અહીં એક ત્યાં — ને વચ્ચે? — વચ્ચે ખાલી જગ્યા — gaps — memory gaps — ને એ ખાલી જગ્યા આપણે ભરી દઈએ છીએ — કલ્પનાથી — અનુમાનથી — ધારણાથી — ને પછી માનીએ છીએ આ જ હતું
photographsને યાદ પણ કેવો સંબંધ — Sally Mann કહે છે — ફોટોગ્રાફ unseams memory — જે સીવેલું હતું એ ઉખેડી નાખે છે — તમે જોયો ફોટો ને તમારી યાદ બદલાઈ ગઈ — હવે તમને યાદ છે ફોટો — ઘટના નહીં — image replaces reality — ને reality? — reality ક્યાં હતી ક્યારેય?
brain — મગજ — neurons firing — synapses connecting — hippocampus storing — cortex retrieving — પણ આ બધું mechanical છે — biological છે — chemical છે — ને આમાંથી નીકળે છે — consciousness — self — identity — કેવી રીતે? — hard problem of consciousness — આ સમજાતું નથી — neurons માંથી awareness? — chemistry માંથી experience? —
Cecilia Ruiz ના ચિત્રો — Book of Memory Gaps — Borges inspired — ખાલી જગ્યાઓ — gaps — chasms — ને એ ખાલી જગ્યાઓમાં શું છે? — ત્યાં કંઈ નથી? — કે ત્યાં બધું છે જે આપણે ભૂલી ગયા? — forgetting is also memory — ભૂલવું પણ યાદ રાખવું છે — negative space — shadow memory —
theater of the mind — મનનું નાટકઘર — stage — actors — audience — ને director? — કોણ છે director? — self? — ego? — unconscious? — કે કોઈ નહીં? — કે બધા? — ને આ નાટક? — improvised? — scripted? — કે બંને?
Antonio Damasio ફરી — landmark work on consciousness — કહે છે — we use our minds not to discover facts but to hide them — છુપાવીએ છીએ — શું છુપાવીએ છીએ? — pain? — shame? — truth? — reality? — ને કોનાથી છુપાવીએ છીએ? — બીજાથી? — કે પોતાનાથી?
psychological pillar of identity — psychological pillar — ઓળખનો આધારસ્તંભ — ને એ સ્તંભ? — selective memory ના બનેલો — exclusion ના ટુકડાઓનો — જે યાદ છે એ અડધું સત્ય — જે ભૂલાઈ ગયું એ? — એ પણ અડધું સત્ય? — ને આખું સત્ય? — આખું સત્ય ક્યાંય નથી — never was — never will be —
Rashomon effect — ને આ effect ફક્ત film માં નથી — daily life માં છે — તમે ને તમારા ભાઈ-બહેન — same childhood — same parents — same house — પણ પૂછો — what happened — ને જવાબ? — બે જુદી દુનિયાઓ — બે જુદા બાળપણ — બે જુદી reality — કોણ સાચું? — બંને — ને કોઈ નહીં —
TED-Ed — animations — Patrick Smith — Catharine Young — science explained — પણ explanation? — explanation પણ narrative છે — story છે — ને story? — story પણ selective memory છે — fragments arranged — meaning imposed — truth constructed —
ને છેવટે — at the end — what remains? — શું બચે છે? — awareness? — consciousness? — કે માત્ર ભ્રમ? — illusion of continuity — illusion of self — illusion of truth —
યાદ રાખો — remember — ના — યાદ ન રાખો — forgetting is freedom — ભૂલવું મુક્તિ છે — પણ ભૂલી ન શકો — memory is prison — ને prison is home — ને home is memory — ગોળ ગોળ ફર્યા કરીએ છીએ — ouroboros — snake eating its tail — memory eating itself — truth dissolving —
Kurosawa knew — Borges knew — Nietzsche knew — Damasio knows — Oliver Sacks knew — ને Maria Popova લખે છે — ને હું વાંચું છું — ને તમે વાંચો છો — ને આ બધું? — આ બધું પણ — memory becoming — sifting — shifting — shaping — breaking — remaking —
yes and yes and yes and no and maybe and perhaps and who knows and what if and why not and
—સ્મૃતિ
---
*© પરાગ રતનપરા*