← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

અરે ભાઈ, આપણે ચીન ને પછાડી દેશું! બસ થોડા વર્ષો ની વાત છે!

૨૦ ડિસેમ્બર ૨૦૨૫નિબંધ

**- પરાગ રતનપરા**

---

"અરે ભાઈ, આપણે ચીન ને પછાડી દેશું! બસ થોડા વર્ષો ની વાત છે!"

૧૯૯૧ માં જ્યારે ભારતે લાઈસન્સ રાજ ને ફગાવીને "ઓપન ઈકોનોમી" ના દરવાજા ખોલ્યા, ત્યારે આવા સ્લોગન ગામેગામ સંભળાતા હતા. દેશ આખો સ્વપ્નમાં ડૂબેલો હતો - કે હવે તો ભારત સુપરપાવર બની જશે! ચીન? ઓહો, એ તો આપણા કરતા પાછળ છે, ભાઈ!

પણ ત્રીસ વર્ષ પછી, ચીન ચંદ્ર પર રોવર ઉતારે છે, અને આપણે હજી "મેક ઈન ઈન્ડિયા" ના લોગો ડિઝાઈન કરવામાં વ્યસ્ત છીએ.

## "સોફ્ટવેર સુપરપાવર" નો ભ્રમ

જો સ્ટુડવેલ ના "How Asia Works" વાંચો, તો ખબર પડે કે આપણે કેવી ભયંકર ભૂલ કરી.

ઈન્ફોસિસ! TCS! વિપ્રો! - આ નામો સાંભળીને છાતી ફુલાવી દેતા હતા ને? "જુઓ, આપણી IT કંપનીઓ વિશ્વ જીતે છે!" પણ ભાઈ, થોડું ગણિત કરીએ?

૧.૨ અબજ ની વસ્તીમાંથી માત્ર ૩૦ લાખ લોકો IT માં કામ કરે છે. એટલે કે **૧ ટકા થી પણ ઓછા**! બાકીના ૯૯ ટકા શું કરે? ચા ની લારી ચલાવે, ઓટો રિક્ષા ચલાવે, કે પછી "સરકારી નોકરી" ના સ્વપ્ના જુએ.

## દક્ષિણ કોરિયા vs ભારત: એક સરખામણી

દક્ષિણ કોરિયા એ ૨૦ વર્ષ ઔદ્યોગિક વિકાસ કર્યો - તો **૩૦ ટકા** કર્મચારીઓ ફેક્ટરીઓ માં ગયા.

ભારત એ ૨૦ વર્ષ "IT revolution" કરી - તો **૧૪ ટકા** જ મેન્યુફેક્ચરિંગ માં છે.

કોરિયન ગામડાનો છોકરો Samsung ની ફેક્ટરી માં કામ શીખ્યો, પગાર લીધો, ઘર બાંધ્યું.

ભારતીય ગામડાનો છોકરો? "IIT માં એડમિશન નથી મળ્યું, હવે જિંદગી બરબાદ!"

## IIT નો ભ્રમ

IIT ના graduates Infosys અને TCS ચલાવે છે - બહુ સરસ! પણ જો એ જ બુદ્ધિશાળી લોકો ને **ફેક્ટરી** ચલાવવાની ફરજ પડી હોત, તો?

તો એક ફેક્ટરી ૫૦૦૦ લોકોને નોકરી આપત. એ ૫૦૦૦ લોકો ના પરિવાર ચાલત. એ લોકો બજારમાં ખરીદી કરત. અર્થતંત્ર ફરત.

પણ ના! આપણે તો "knowledge economy" જોઈએ! "Blue collar" કામ તો ગંદું છે ને!

## ચીન એ શું કર્યું?

ચીન ના નેતાઓ એ કહ્યું: "ભાઈ, ૧.૪ અબજ લોકો છે. બધાને software engineer નહીં બનાવી શકાય. ફેક્ટરીઓ ખોલો!"

અને ખોલી. હજારો. લાખો.

ગામડાનો ચીની ખેડૂત Shenzhen ગયો. iPhone assembly શીખ્યો. પગાર મળ્યો. ઘર બાંધ્યું. બાળકોને ભણાવ્યા.

આજે ચીન "વિશ્વની ફેક્ટરી" છે. અને ભારત? "વિશ્વનું back-office"!

## બેંગલોર અને મુંબઈ નો ઈલિટિઝમ

"હાઉ એશિયા વર્ક્સ" સ્પષ્ટ કહે છે:

*"બેંગલોર ની IT firms અને મુંબઈ ની financial services elite ભારત ને Japan, Korea, Taiwan કે China જેવી સફળતા નહીં અપાવે."*

કેમ? કારણ કે એ "elite" છે! ૧ ટકા ના ૧ ટકા!

મુંબઈ ના Dalal Street પર ટ્રેડર ૧૦ કરોડ કમાય છે - પણ એની બાજુમાં ઝૂંપડપટ્ટી માં માણસ ૧૦ હજાર માટે તરસે છે.

## "India Shining" થી "Viksit Bharat" સુધી

૨૦૦૪ માં "India Shining" campaign આવ્યું. હાર્યા.

૨૦૧૪ માં "Make in India" આવ્યું. Logo સરસ હતો.

૨૦૨૪ માં "Viksit Bharat" આવ્યું. Deadline 2047.

ચીને ૧૯૭૮ માં શરૂ કર્યું. ૨૦૨૫ માં superpower.

આપણે ૧૯૯૧ માં શરૂ કર્યું. ૨૦૪૭ માં "developed" થઈશું - promise!

## સાચી સમસ્યા

Joe Studwell લખે છે કે ભારત ની industrial policy neglect એ "fatuous" (મૂર્ખતાપૂર્ણ) છે.

*Fatuous* - મતલબ કે એવી મૂર્ખતા કે જેમાં માણસ ને ખબર જ ના પડે કે એ મૂર્ખ છે!

આપણે ગર્વ થી કહીએ છીએ: "India will leapfrog manufacturing and go directly to services!"

એ જ રીતે કે: "હું first standard છોડીને directly PhD કરીશ!"

## નિષ્કર્ષ: સ્વપ્ના vs હકીકત

ચીન ને "Factory of the World" બનવામાં ૩૦ વર્ષ લાગ્યા. હવે એ "Innovation Hub" બની રહ્યું છે.

ભારત હજી decide નથી કરી શકતું કે ફેક્ટરી ખોલવી છે કે startup!

IIT ના graduates Silicon Valley જાય છે. China ના graduates Shenzhen માં factory ખોલે છે.

આપણા "demographic dividend" ને નોકરી નથી. ચીન ના workers ને retirement benefits છે.

---

**એક જોક:**

ચીની માણસ: "I work in iPhone factory."
ભારતીય માણસ: "I have iPhone."
ચીની: "I made it."
ભારતીય: "I... I have EMI."

---

**અંતિમ શબ્દો:**

"How Asia Works" વાંચો. સમજો કે Japan, Korea, Taiwan, China એ factories બનાવી - jobs ઊભી કરી - લોકો ને ગરીબી માંથી બહાર કાઢ્યા.

આપણે? Bangalore માં startups, Mumbai માં stock trading, અને બાકી દેશ માં unemployment.

સરખામણી? ચીન સાથે?

*"Fatuous"* - Joe Studwell

---

**- પરાગ રતનપરા**

*("How Asia Works" ના પ્રેરણા થી, અને ભારતીય reality ના frustration થી)*

ભારતચીન
← પહેલો લેખલંબ શરીર થી ભ્રૂણ માય મીથુન ક્રિયાથીઆગલો લેખ →ભારતનો ગાયબ મધ્યમવર્ગ: જ્યાં સંસ્કાર જ નથી, ત્યાં સમૃદ્ધિ ક્યાંથી આવે?