આધુનિક માનવીની વ્યથા
આધુનિક માનવ અશાંતિમાં જીવે રે,
પળે પળ સ્માર્ટફોનમાં ખોવાઈ જાય રે...
વસ્તુઓમાં સુખ શોધતો ફરે છે,
ખોટા આડંબરમાં આત્મા રડે છે...
શહેરના કોલાહલમાં દિલ પોકારે,
'લાઈક્સ'ની દુનિયામાં સંબંધો હારે...
શાંતિ છુપાઈ ક્યાંક દૂર દૂર,
ચારિત્ર્યનો વિરોધાભાસ થયો મજબૂર...
ધંધા-રોજગારે ઊંઘ ઉડી ગઈ,
મહેનતની ફેહરિસ્ત લાંબી થઈ...
અંતરમાં ઉદાસી ડોકિયાં કરે,
જીવન પતંગિયું ઊડતું ફરે...
બાહ્ય સુખમાં આત્મા પોકારે,
કામકાજની ફાઈલોમાં પ્રકાશ શોધારે...
દોડધામમાં મન વ્યાકુળ બને,
ખાલી ઘરમાં યાદો રડતી રહે...
આધુનિકતાની દોડમાં અટવાયા,
હૃદયના તોફાનમાં શાંતિ ખોયા...
પરિવારની બેઠક માત્ર દેખાવ બની,
વાણી ખાલી, શૂન્યતા છવાઈ રહી...
શંકાઓના વમળમાં અટવાયેલું મન,
એકલતામાં ડૂબ્યું આ જીવન...
સત્ય શોધવાની યાત્રા અધૂરી,
મૃગજળ સમ સપના રહ્યા દૂરી...
યંત્રોની વચ્ચે માનવતા ખોઈ,
વાસ્તવિકતાથી આંખો મીંચી રહી...
જીવનની દોરી ગૂંચવાઈ ગઈ,
અંદર-બહાર વિસંગતતા છવાઈ રહી...
શાંતિની શોધમાં ધૂળ ઊડે,
આધુનિક ફેશન અંતરને કોરે...
નિયતિ ગૂંચવાય, બુદ્ધિ મૂંઝાય,
સંવેદનાઓ ઝાંખી પડતી જાય...
માણસ જીવે છે મશીનની જેમ,
સપનાં ધૂળમાં દટાતાં જાય એમ...
સ્મૃતિઓના ખંડેરમાં અવાજ ગૂંજે,
સ્વાર્થનો સૂરજ નિત્ય તપે...
લાલચના ફાંસલામાં ફસાયા,
મૂલ્યો માત્ર સાધન બની રહ્યા...
હૃદય શૂન્ય, સ્મિત રહસ્યમય,
આધુનિક માનવીનો આ પરિચય...
- કવિ પરાગ રતનપરા
Note: આ કવિતા આધુનિક માનવીની વ્યથા અને આધુનિકતાની વિસંગતતાઓને વ્યક્ત કરે છે. જો આપને ગમી હોય તો share કરજો, અને ટીકા-ટિપ્પણી આવકાર્ય છે.