← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

A Satirical Essay on Indian Weddings

૧ ડિસેમ્બર ૨૦૨૪વ્યંગ

# પૈસા ઉડાવો, Status બનાવો: લગ્નની લાલચ
*લેખક: પરાગ રતનપરા*

આજકાલ લગ્ન એટલે શું? બસ એક grand show! જ્યાં લોકો પોતાના બેંક બેલેન્સને zero કરવા માટે competitive exam આપે છે. અરે ભાઈ, મુકેશભાઈ અંબાણીએ દીકરાના લગ્નમાં ૭૫૦૦ કરોડ ખર્ચ્યા, તો આપણે તો કમસેકમ ૭૫ લાખ તો ખર્ચવા જ જોઈએ ને? નહીં તો લોકો શું કહેશે?

પણ આ બધા પાછળ છે શું? એક deep-rooted psychological insecurity. આપણે બધા એક race માં દોડી રહ્યા છીએ, જેનો કોઈ finish line નથી. સમાજમાં status બનાવવા માટે આપણે આપણી દીકરીઓના લગ્નમાં કરોડો રૂપિયા વેડફી રહ્યા છીએ. બાપ બિચારો જીવનભર "બેટી કી શાદી" માટે પૈસા બચાવતો રહે છે, જાણે એ જ એનું life goal હોય!

અમેરિકામાં લગ્ન કેવા હોય છે? બે મિનિટનું "I Do", અને બસ થઈ ગયું કામ પૂરું! અહીં આપણે? પાંચ દિવસની મેગા સીરીયલ! સંગીત, મેહંદી, હળદી, રિસેપ્શન... અરે ભાઈ, લગ્ન કરવા છે કે ટીવી શો બનાવવો છે?

કેટલાક લોકો કહે છે કે આ આપણી સંસ્કૃતિ છે. પણ શું ખરેખર આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આવો દેખાડો હતો? ના, આ તો નવી પેઢીનો show-off છે. સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટેનો એક મોટો drama!

મારા એક મિત્રે કહ્યું, "યાર, મારી દીકરીના લગ્નમાં તો હું helicopter માં બેસાડીને વિદાય કરીશ!" મેં પૂછ્યું, "કેમ ભાઈ, રિક્ષામાં નહીં ચાલે?" એ ગુસ્સે થઈ ગયો. પણ વિચારો, શું આ બधું જરૂરી છે?

જ્યારે દુનિયાભરમાં લોકો સાદગીથી લગ્ન કરે છે, ત્યારે આપણે અહીં "મેરી દીકરી કી શાદી में पूरा ATM ખાલી કર દूंगा" ની માનસિકતા રાખીએ છીએ. એક તરફ આપણે ગરીબી દૂર કરવાની વાત કરીએ છીએ, અને બીજી તરફ લગ્નમાં કરોડો રૂપિયાનો ભડકો કરીએ છીએ.

છેલ્લે, હું એટલું જ કહીશ કે લગ્ન એ બે આત્માઓનું મિલન છે, Instagram પર likes મેળવવાનું platform નથી. પણ કોણ સમજે? અત્યારે તો "Big Fat Indian Wedding" નું trend ચાલે છે. બસ દુઆ કરીએ કે આવનારી પેઢી થોડી સમજદાર નીકળે, નહીં તો આ wedding arms race માં તો કોઈ દિવસ Mars પર પણ લગ્ન કરવાનું trend શરૂ થઈ જશે!

*~ અંત ~*

વ્યંગજીવનચિંતનપૈસા
← પહેલો લેખજીવનનો જુગાર: એક ભાવનાત્મક સફરઆગલો લેખ →નસીબ અને અંતર્મનની શક્તિ